Experience YourListen.com completely ad free for only $4 a month. Upgrade your account today!

Vijay.Vasoya`s Uploads

  • Aaj Mare Orde Re આજ મારે ઓરડે રે, આવ્યા અવિનાશી અલબેલ; બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ........૦ નીરખ્યા નેણાં ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ; શોભા શી કહું રે, નીરખી લાજે કોટિક કામ.......૦ ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર; લઈને વારણાં રે, ચરણે લાગી વારંવાર........૦ આપ્યો મેં તો આદરે રે, બેસવા ચાકળિયો કરી પ્યાર; પૂછ્યા પ્રીતશું રે, બાઈ મેં સર્વે સમાચાર........૦ કહોને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મકુમાર; સુંદર શોભતા રે, અંગે સજિયા છે શણગાર........૦ પહેરી પ્રીત શું રે, સુરંગી સૂંથણલી સુખદેણ; નાડી હીરની રે, જોતાં તૃપ્ત ન થાયે નેણ.......૦ ઉપર ઓઢિયો રે, ગૂઢો રેંટો જોયા લાગ; સજની તે સમે રે, ધન્ય ધન્ય નીરખ્યા તેનાં ભાગ્ય......૦ મસ્તક ઉપરે રે, બાંધ્યું મોળીડું અમૂલ્ય; કોટિક રવિ શશી રે, તે તો નાવે તેને તુલ્ય......૦ રેશમી કોરનો રે, કરમાં સાહ્યો છે રૂમાલ; પ્રેમાનંદ તો રે, એ છબી નીરખી થયો નિહાલ......૦
    Vijay.Vasoya 00:05:11 30 0 Downloads 0 Comments
Vijay.Vasoya
  • Vijay.Vasoya
  • profile viewed 116 times
  • message share profile
Who to Follow
X